Inhalers A-Z

ઇન્હેલર્સના પ્રકારો

સમગ્ર વિશ્વમાં ઇન્હેલર્સને અસ્થમા અને સીઓપીડી જેવી શ્વસનની ઘણી સમસ્યાઓ માટે પ્રાથમિક સારવાર તરીકે સામાન્ય રીતે સ્વીકારવામાં આવી છે. ઇન્હેલર્સ દ્વારા લઈ શકાતી દવાઓ બે પ્રકારની હોય છે -  કન્ટ્રોલર્સ (તે તમારાં લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે) અને રિલિવર્સ (તે હુમલાની સ્થિતિમાં તત્કાળ રાહત પૂરી પાડે છે). ઇન્હેલર્સ અસ્થમા અને સીઓપીડીના ઉપચાર અને નિયંત્રણ માટે સૌથી સલામત અને સૌથી અસરકારક પદ્ધતિ નીવડી છે, કારણ કે શ્વાસમાં ગયેલી દવાઓ ફેફસાં સુધી સીધી પહોંચે છે. 

વ્યાપકપણે જોતાં, ઇન્હેલર સાધનોને 4 વર્ગોમાં વિભાજિત કરી શકાય- પ્રેશરાઇઝ્ડ મીટર્ડ ડોઝ ઇન્હેલર્સ (પીએમડીઆઇઝ), ડ્રાય પાવડર ઇન્હેલર્સ (ડીપીઆઈઝ), બ્રીથ ઍક્ચ્યુએટેડ ઇન્હેલર્સ (બીએઆઈઝ) અને નેબ્યુલાઇઝર્સ.

  1. પ્રેશરાઇઝ્ડ મીટર્ડ ડોઝ ઇન્હેલર્સ (પીએમડીઆઇઝ)

તે પમ્પ ઇન્હેલર્સ તરીકે પણ ઓળખાય છે. આ ઇન્હેલર્સ સૌથી સામાન્યપણે ઇન્હેલર સાધનો તરીકે વપરાય છે. તેઓ પ્રોપેલન્ટ આધારિત હોય છે અને તે ફેફસાંને એરોસોલ સ્પ્રેના સ્વરૂપે વિશિષ્ટ, પહેલેથી માપેલ પ્રમાણમાં દવા પહોંચાડે છે, જે શ્વાસમાં લેવાની હોય છે. તે ઍક્ચ્યુએશન પર દરેક સમયે રિપ્રોડ્યુસિબલ ડોઝ રીલીઝ કરે છે. આનો અર્થ એ છે કે દરેક વખતે સમાન પ્રમાણમાં જ ડોઝ રીલીઝ થાય છે. આ ઇન્હેલર્સ દવા રિલીઝ કરવાના ટ્રિગર તરીકે દર્દીના શ્વસન પર આધારિત હોતાં નથી. તે માટે કેનિસ્ટરના ઍક્ચ્યુએશન અને ડોઝના શ્વસનની વચ્ચે સમન્વય હોવો જરૂરી છે.  સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કેનિસ્ટર દબાવવામાં આવે અને ડોઝ રીલીઝ કરવામાં આવે તે ચોક્કસ ક્ષણે તમારે શ્વાસ લેવો જોઈએ. પીએમડીઆઇઝ ડોઝ કાઉન્ટર સાથે પણ આવે છે, જેનાથી સાધનમાં બાકી રહેતા કશની સંખ્યા પર નજર રાખવી સરળ પડે છે. 

 

લિંક: https://www.youtube.com/watch?v=qFXf7RUavMM

પીએમડીઆઇઝના ઉપયોગને સરળ કરવા માટે તેમાં પૂરક તરીકે ઉપયોગ કરી શકાતાં કેટલાંક સાધનો છે. 

ઝીરોસ્ટેટ વીટી સ્પેસર

આ સાધન પીએમડીઆઇના ઍક્ચ્યુએશન બાદ થોડો સમય પછી દવાને ધારણ કરી રાખે છે. આમ, સ્પેસર તમને બધી દવા શ્વાસમાં લેવામાં મદદ કરી શકે છે, પછી ભલે ઍક્ચ્યુએશન માટે કેનિસ્ટર દબાવવામાં આવે તે જ સમયે ભલે તમે શ્વાસમાં ન લો.

લિંક: https://www.youtube.com/watch?v=lOv0ODD6Vd4

બેબી માસ્ક

જો તમે અથવા તમારું બાળક ઝીરોસ્ટેટ વીટી સ્પેસરનું માઉથપીસ બરાબર પકડી રાખી શકો એમ ન હો તો તમે બેબી માસ્ક ઝીરોસ્ટેટ વીટી સ્પેસર સાથે જોડી શકો છો અને ત્યારબાદ પીએમડીઆઇનો ઉપયોગ કરી શકો છો.

લિંક: https://www.youtube.com/watch?v=4y-PG500fFU

હેન્ડ પફ કિટ

સ્પેસર અને બેબી માસ્ક હફ પફ કિટમાં સાથે પ્રિએસેમ્બલ્ડ આવે છે. તે પ્રિએસેમ્બલ્ડ હોવાથી તે કટોકટીની સ્થિતિમાં દવા ઝડપથી આપવામાં મદદ કરે છે અને સમયની બચત કરે છે.
 

લિંક: https://www.youtube.com/watch?v=emLVSoIwKmg

  1. સૂકા પાવડર સાથેનાં ઈન્હેલર્સ (ડીપીઆઇઝ)

આ પ્રકારનાં ઇન્હેલર્સ દવા સૂકા પાવડરના સ્વરૂપે આપે છે. ડીપીઆઇઝ એ બ્રીધ-ઍક્ચ્યુએટેડ સાધનો છે જે સાધનમાંથી દવા રીલીઝ કરવા માટે તમારા શ્વસન પર આધારિત હોય છે. પીએમડીઆઇઝની સરખામણીએ, તેમનો ઉપયોગ કરવો સરળ હોય છે, કારણ કે તે માટે પ્રોપેલન્ટ્સ અને સમન્વયની જરૂર પડતી નથી. સામાન્ય રીતે ડીપીઆઇઝ એ સિંગલ ડોઝનાં સાધનો હોય છે. જોકે મલ્ટીડોઝ ડીપીઆઈઝ પણ ઉપલબ્ધ છે.

રેવોલાઇઝર

રેવોલાઇઝર એ ઉપયોગમાં સરળ એવું ડીપીઆઇ છે, જેનો સામાન્ય રીતે વિવિધ રોટાકૅપ્સની સાથે ઉપયોગ કરવામાં આવે છે. તે દવાનો ચોક્કસ ડોઝ પૂરો પાડે છે અને વધારે કાર્યક્ષમ રીતે દવા આપે છે, પછી ભલે શ્વસનના પ્રવાહના દરો ઓછા હોય.  

 

લિંક: https://www.youtube.com/watch?v=7WYrSinFtgY

 

રોટાહેલર

સંપૂર્ણપણે પારદર્શક એવા રોટાહેલરથી તમને એ ખાતરી કરવામાં મદદ મળે છે કે તમે દવાના સમગ્ર ડોઝમાંથી દવા શ્વાસમાં લીધી હોય.

લિંક: https://www.youtube.com/watch?v=mDXwrPCRl_M

  1. બ્રીધ ઍક્ચ્યુએટેડ ઇન્હેલર્સ (બીએઆઇઝ)

પીએમડીઆઇ ટેકનૉલજિનું આધુનિક સંસ્કરણ એવું બ્રીધ ઍક્ચ્યુએટેડ ઇન્હેલર પીએમડીઆઇ અને ડીપીઆઇ બંનેના લાભોને જોડે છે.  બીએઆઇ ઍક્ચ્યુએટર દ્વારા તમારા શ્વસનને પારખી લે છે અને આપોઆપ દવા મુક્ત કરે છે. 

ઑટૉહેલર

ઑટોહેલર એ પીએમડીઆઈ અને અમુક ડીપીઆઇ કરતાં વપરાશમાં અત્યાર સુધી ઘણાં સરળ જણાયાં છે. આ બાળકો, પુખ્તો, વૃદ્ધો સૌ કોઈ તેનો બહુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. 

લિંક: https://www.youtube.com/watch?v=P0oD2VOaLVY

  1. નેબ્યુલાઇઝર્સ

પીએમડીઆઇઝ અને ડીપીઆઇઝથી વિપરીત, નેબ્યુલાઇઝર્સ પ્રવાહી દવાને યોગ્ય એરોસોલ ટીપાંમાં ફેરવે છે, જે શ્વસન માટે એકદમ અનુકૂળ આવે એવાં હોય છે. નેબ્યુલાઇઝર્સ માટે સમન્વયની જરૂર હોતી નથી અને તે ભેજના સ્વરૂપે દવાને ઝડપથી અને અસરકારક રીતે ફેફસાંઓ સુધી પહોંચાડે છે. નેબ્યુલાઇઝર્સને શિશુઓમાં, બાળકોમાં, વૃદ્ધોમાં, ગંભીર, બેભાન દર્દીઓમાં અને જેઓ અસરકારક રીતે પીએમડીઆઇ અથવા ડીપીઆઇનો ઉપયોગ ન કરી શકે એવા લોકોમાં પસંદ કરવામાં આવે છે.

લિંક: https://www.youtube.com/watch?v=OrsIbHWxVlQ